મોટા સમાચાર / મહેસાણા શહેરમાં 79 વિસ્તારોમાં લાગુ કરાયો અશાંત ધારો
Disturbed Areas Act implemented in 79 areas of Mehsana city | Mehsana news : મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના

Mehsana news : મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા અંગે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી. લાંબી પ્રક્રિયા બાદ સરકારે આજે મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરી દીધો છે અને આ અંગે જાહેરનામું પણ બહાર પડી દીધું છે.
મહેસાણા શહેરમાં 79 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ
સરકારના જાહેરનામા અનુસાર મહેસાણા શહેરમાં 79 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં દાળ મિલનો ખાંચો, નાની વ્હોર વાડ, સિધ્ધપુરી બજાર, ધોબીઘાટ સહિતના વિસ્તારોની 50થી વધુ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અશાંત ધારામાં આવતા વિસ્તારમાં મકાન લે-વેચ માટે કલેક્ટરની પરમિશન લેવી ફરજિયાત હોય છે.
અશાંત ધારો લાગુ કરવાની માગ કેમ?
મહેસાણાના ધોબીઘાટ વિસ્તારની 50 જેટલી સોસાયટીઓના સ્થાનિકોના કહેવા મુજબ લઘુમતી સમુદાય કોઈ સોસાયટીમાં મકાન ખરીદવા ખાસ વ્યુહરચના અનુસાર કામ કરે છે. લઘુમતી સમુદાયની વ્યક્તિ કોઈ સોસાયટીમાં પહેલીવાર મકાન ખરીદે ત્યારે તેની મોટી કિંમત ચૂકવે છે. જો કે ત્યારબાદ સ્થાનિકોને અન્ય સમુદાયના લોકો સાથે રહેતાં ફાવતું ન હોવાથી અન્ય મકાનો વેચવાની ફરજ પડે છે, અને સ્થાનિકોને અત્યંત નીચી કિંમતે તેમનાં મકાન વેચવાની ફરજ પડે છે.








