મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને રાજીનામું આપી વીડિયો વાઈરલ કર્યો, જાણો શું છે મામલો

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને રાજીનામું આપી વીડિયો વાઈરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયત

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને રાજીનામું આપી વીડિયો વાઈરલ કર્યો, જાણો શું છે મામલો

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને રાજીનામું આપી વીડિયો વાઈરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણે ચેરમેન તરીકે તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું હતું. ચેરમેન રાજુભાઈની તબીયત નાદુરસ્ત હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાનું વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજુભાઈ ચૌહાણે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકળીયાને રાજીનામું આપી વીડિયો વાઈરલ કર્યો હતો. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનના રાજીનામાની વાતને તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ સાકળીયાએ પુષ્ટિ કરી હતી. થોડા દિવસ પહેલાં લાખણકા ગામના વ્યક્તિએ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સામે કોર્ટમાં ફરીયાદ કરી હતી. કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણે ફરીયાદના પત્નીને મૈત્રી કરાર કરવાની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી હોવાની ગઢડા કોર્ટમાં ફરિયાદ કરી હતી.

આ સમાચાર શેર કરો