બોટાદ: ગઢડાની કાળુભાર નદીમાં ન્હાવા પડેલા 4 શ્રમિકો ડૂબ્યા, દુર્ઘટનામાં 2 લોકોના મોત
રાજ્યના બોટાદ જિલ્લામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડાના ચ

રાજ્યના બોટાદ જિલ્લામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ન્હાવા પડેલા ચાર રાજસ્થાની શ્રમિકોમાંથી બે લોકો ડૂબ્યા હતા. જ્યારે બે શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા.
ડૂબી ગયેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ
ડૂબી ગયેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ છે. ચારેય શ્રમિકો નદીમાં ન્હાવા પડ્યા હતા. જોકે અચાનક બે શ્રમિકો ડૂબવા લાગતાં અન્ય બે શખ્સોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
ચાર રાજસ્થાની શ્રમિકોમાંથી બે લોકો ડૂબ્યા
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર તુરંત સક્રિય થયું છે અને ડૂબેલા બંને વ્યક્તિઓને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ચારેય વ્યક્તિઓ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા.






