મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોટાદ: SOGએ ગ્રામ્ય પંથકમાંથી ઝડપ્યો બોગસ ડોક્ટરને, ડિગ્રી વગર ક્લિનિક ખોલીને લોકોની કરતો હતો સારવાર

ગુજરાતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે આ બોગસ ડોક્ટર બોટાદ ગ્રામ્ય પંથકમાંથી ઝડપાયો છે.&

બોટાદ: SOGએ ગ્રામ્ય પંથકમાંથી ઝડપ્યો બોગસ ડોક્ટરને, ડિગ્રી વગર ક્લિનિક ખોલીને લોકોની કરતો હતો સારવાર

ગુજરાતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે આ બોગસ ડોક્ટર બોટાદ ગ્રામ્ય પંથકમાંથી ઝડપાયો છે.  બોટાદ SOG પોલીસે બોટાદના ગ્રામ્ય પંથકમાંથી બોગસ ડોકરને ઝડપી પાડયો છે. બોટાદના ભદ્વાવડી ગામમાંથી મૂળ કલકત્તાનો વતની બિપુલ સુકુમાર મજમુદાર સરકારી શાળા પાસે દુકાનમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો.

બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા

બોટાદ SOG પોલીસે બાતમી મળી હતી કે ભદ્વાવડીમાં એક શખ્સ ડિગ્રી વગર લોકોની સારવાર કરે છે. SOGની ટીમે બાતમીના આધારે રેડ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ શખ્સે લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.

પોલીસે મોટી સંખ્યામાં મુદ્દામાલ જપ્ત કર્યો 

પોલીસે તપાસ કરતા મોટી સંખ્યામાં ટેબલેટ, સિરપ, ઈન્જેક્શનની સિરિંજ,બ્લડ પ્રેશર મીટર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને બોગસ ડોક્ટરની સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો