ઉંઝા APMCની ચૂંટણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યું ચર્ચાસ્પદ નિવેદન
મહેસાણા જિલ્લામાં ઉંઝા APMCની રસપ્રદ ચૂંટણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. જેમ

મહેસાણા જિલ્લામાં ઉંઝા APMCની રસપ્રદ ચૂંટણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ચુંટણી વિશે વિસ્તારપુર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના 10 વ્યક્તિને મેન્ડેડ આપવામાં આવ્યા હતા તેમાંથી જેમને મેન્ડેડ માંગ્યા હતા તેમાંથી પાંચ લોકોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. બાકીના જે ચુંટણી લડ્યા તેમાંથી 5 ઉમેદવાર જીત્યા પણ તેઓ પાર્ટીના સક્રિય સભ્ય નથી. મેન્ડેડ વગરના 5 લોકો બળવાખોર હતા અને બળવાખોર છે.
આ પણ વાંચો : MLA કિરીટ પટેલના પોલીસ ઘર્ષણ મામલે કોંગ્રેસ NSUI નેતાઓના જામીન મંજુર, 200 વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ
વેપારીમાં 1 પ્રતિનિધિ જીત્યા અને 3 હાર્યા છે. જેમણે મેન્ડેડ માંગ્યો અને નથી મળ્યો એવા ઉમેદવારોને અને શહેર ભાજપ મહામંત્રીને પણ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અન્ય 2 લોકોએ ઉમેદવારી પરત ખેંચી હતી પણ તેમના નામ હજુ ચાલુ છે. અને જે લોકો ચુંટણી લડ્યા તેઓ પાર્ટીના સભ્ય નહોતા એવો તેમનો આક્ષેપ છે.




