મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને એક મહિનાની જેલ, ટ્રાયલ કોર્ટે ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ?

મહીસાગર જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મંત્રી જીગર પંડ્યાને મારામારીના કેસમાં ટ્રાયલ કોર્ટે એક માસ

મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને એક મહિનાની જેલ, ટ્રાયલ કોર્ટે ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ?

મહીસાગર જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય મંત્રી જીગર પંડ્યાને મારામારીના કેસમાં ટ્રાયલ કોર્ટે એક માસની સજા ફટકારી છે. મળતા અહેવાલ પ્રમાણે  લુણાવાડા નગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટરને લાફો મારવો અને મારા મારી કરવી ભારે પડી છે. મહિસાગર જિલ્લા ભાજપમાં કોર્ટે નેતાને સજા સંભળાવતા સોપો પડી ગયો હતો.

જીજ્ઞેશ પંડ્યાને પોલીસ સ્ટેશનમાં જ જીગર પંડ્યાએ લાફો ઝીંકી દીધો

મળતા અહેવાલ પ્રમાણે  જીજ્ઞેશ પંડ્યાને પોલીસ સ્ટેશનમાં જ જીગર પંડ્યાએ લાફો ઝીંકી દીધો હતો અને ધાક ધમકી આપી હતી.  આ મામલે જીગર પંડ્યા  વિરુદ્ધ બે વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી.

જીગર પંડ્યાને ટ્રાયલ કોર્ટ દ્વારા એક માસની સજા

લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.કેસ લુણાવાડા ટ્રાયલ કોર્ટમાં ચાલતા પંચો અને સાક્ષીઓને તપાસતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે સજા ફટકારી છે. જીગર પંડ્યાને ટ્રાયલ કોર્ટ દ્વારા એક માસની સજા અને 1 હજારનો દંડ ફટ કર્યો છે.  

આ સમાચાર શેર કરો