Navsari news: નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, જલાલપોરના આગેવાનોએ ધરી દીધા રાજીનામા
નવસારી જિલ્લા ભાજપમાં સંગઠન જાહેર થતા જ ભારે ભડકો થયો છે, જેમાં જલાલપોરના આગેવાનોએ રાજીનામા ધરી

નવસારી જિલ્લા ભાજપમાં સંગઠન જાહેર થતા જ ભારે ભડકો થયો છે, જેમાં જલાલપોરના આગેવાનોએ રાજીનામા ધરી દીધા છે. જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ તથા જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે.
જલાલપુર સાથે વર્ષોથી અન્યાય થતો હોવાનો આક્ષેપ
જ્યારે જિલ્લા ભાજપ કચેરી કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત કોઈ પણ મુખ્ય હોદ્દેદાર હાજર ન હોવાથી ચારેય નવ નિયુક્ત હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ તેમના ટેબલ પર રાજીનામા મૂક્યા હતા. જલાલપુર સાથે વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે અને જલાલપુરના હોદ્દેદારોના રાજીનામા બાદ જિલ્લા ભાજપમાં વિરોધ સપાટી પર આવી ગયો છે.




