VIDEO: વડોદરાના ભાયલીમાં ધાર્મિક સ્થાનના વિવાદે પકડ્યું જોર: બેઠક દરમિયાન સ્થાનિકો પર હુમલો, પોલીસની હાજરીમાં મારામારી
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી

વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી અર્બન-૮ સોસાયટીમાં ધાર્મિક સ્થાનના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન મામલો ગરમાયો હતો અને ૨૫થી ૩૦ લોકોના ટોળાએ સ્થાનિકો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની હાજરીમાં જ બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિકોએ હુમલાખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.




