માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો: કૃષિ સહાય નહીં, બેન્ક ધિરાણ માફ કરો: સર્વે મુદ્દે જાહેરાતમાં વિસંગતતા
માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચાડયુ છે ત્યારે ખ

માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચાડયુ છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સરવે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઉભી થતાં સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયાં છે. આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભુ થયુ છે. પાક નુકસાનીનો સરવે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે, ખેતીને એટલું નુકસાન પહોચ્યું છે કે, સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી.
ભાજપના ધારાસભ્યોએ બંક ધિરાણ માફ કરવાની માંગ કરી સરકારને ભેખડે ભરાવી
ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા ભાજપના મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે, કેટલાંક ધારાસભ્યોએ જ રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બેન્ક ધિરાણ માફ કરવા સરકારમાં રજૂઆત કરી છે, જેથી સરકાર ભેખડે ભરાઇ છે. હજુ પાક સહાયના જ ઠેકાણાં નથી ત્યાં બેન્ક ધિરાણની ક્યાં માંડવી. તેનું કારણ એ છે કે, જો સરકાર કૃષિ પેકેજ ઉપરાંત બેન્ક ધિરાણ માફ કરે તો સરકારી તિજોરી પર ભારણ વધી શકે તેમ છે જે હાલ સરકારને પોષાય તેમ નથી. આ જોતાં ભાજપના ધારાસભ્યો જ ભાજપ સરકારની મુશ્કેલી વધારી રહ્યાં છે.
ખેડૂતોમાં રોષ
હજુ પાક સહાય ક્યારે મળશે તે નક્કી નથી ત્યારે કૃષિ સહાય અને બેન્ક ધિરાણ માફ કરવાની માંગ પૂરી નહી થાય તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ખેડૂતોની નારાજગી ભારે પડી શકે તેમ છે.






