મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જર્જરિત વિકાસ: પ્રજા સરકારના નહીં ભગવાનના ભરોસે હોય તેવો તાલ, મોટાભાગના જિલ્લામાં અનેક પુલો જોખમી

વડોદરા પાસે નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં નદીઓ પરના અન

જર્જરિત વિકાસ: પ્રજા સરકારના નહીં ભગવાનના ભરોસે હોય તેવો તાલ, મોટાભાગના જિલ્લામાં અનેક પુલો જોખમી

વડોદરા પાસે નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં નદીઓ પરના અનેક જુના, જર્જરિત અને જોખમી પુલ લોકચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હદ તો એ વાતની છે કે કચ્છ સરહદને જોડતા અને 7 મહિના પહેલાં બનેલા રૃદ્રમાતા બ્રિજને છેડે વારંવાર ભંગાણ થતાં રિપેરીંગ કરવા પડે છે, અને આવી હાલત અનેક નવા બ્રિજોની છે. આથી લોકો કહી રહ્યા છે કે ખરેખર કેટલા પુલ  જોખમી એ તો ઉપરવાળા જાણે અને પ્રજા સરકારના નહીં ભગવાન ભરોસે હોય તેવો તાલ છે.

મોટાભાગના જિલ્લામાં અનેક જુના, જર્જરિત અને જોખમી પુલો

વડોદરા, સુરત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં અનેક જુના, જર્જરિત અને જોખમી પુલો અંગે લોકફરિયાદ શરૂ થઈ છે. વડોદરામાં નદી પરનો બ્રિજ તૂટી પડચા નિર્દોષ નાગરીકોના મોતની ઘટનાના પગલે સરકાર ફરી એક વખત બચાવની સાથે જ મૌન મુદ્રામાં આવી ગઈ છે. ગુજરાતમાં નદીઓ ઉપરના નાના-મોટા કુલ કેટલા બ્રિજ છે, કેટલા જુના છે, અને જર્જરિત છે તે અંગેની વિગતોની વાત આવતાં જ સરકાર અને સરકારી તંત્રના જવાબદારો મૌન સેવી રહ્યાં છે. જોકે થોડા સમય પહેલાં વિધાનસભામાં રાજ્યના 1884 બ્રિજ પર મેટલ બીમ નંખાશે તેવી જાહેરાત કરાઈ હતી.

કચ્છમાં 7 જ મહિનામાં બ્રિજ પર ગાબડાં 

કચ્છ સરહદને જોડતો રુદ્રમાતા બ્રિજ સાત મહિના પહેલા જ બનાવવામાં આવ્યો છે છતાં વારંવાર ભંગાણના કારણે તેનું રિપેરિંગ કરવી પડે છે. 

સુરતમાં બ્રિજમાં ગાબડું પડતાં લોખંડની પ્લેટ મૂકી સંતોષ માની લેવાયો 

સુરતના કામરેજ ખાતે નેશનલ હાઈવે 48 પર તાપી નદીનો પુલ બે વર્ષથી ક્ષતિગ્રસ્ત છે. લોખંડની પ્લેટના સહારે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. આ પુલ પર 24 કલાક સતત વાહનોની અવરજવર ચાલુ જ રહે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. 

50 વર્ષ જૂનો પુલ ભારે વાહનો માટે બંધ 

વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવેનો કરંજવેરી ગામનો બ્રિજ 10 દિવસથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 50 વર્ષ જૂનો આ બ્રિજ અત્યંત જર્જરિત થઈ ચૂક્યો છે. છેલ્લા છ વર્ષથી સરકારને આ બ્રિજ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવે છે.

લોકોમાં ભારે આક્રોશ

એ વાત અલગ છે કે નેશનલ હાઈવે પર પાંચ વર્ષમાં 15 નવા બ્રિજ બનાવાયાં કે રિપોર કરયાં છે, તેમજ 28નું કામ ચાલતું હોવાનું જાહેર કરાય છે. લોકોમાં તો એવો આક્રોશ છે કે સાવ અચાનક જ બ્રિજનો આખો એક ભાગ પડી જાય એવી મોટી દુર્ઘટના પછી ગુજરાત સરકાર કે તંત્ર બ્રિજોની વાસ્તવિક સંખ્યા કે સ્થિતિ મુદ્દે મૌન ધારણ કરે તે બાબત સરકારી તંત્રમાં મેળાપીપણાથી થતી રસ્તાની બ્રિજોની કામગીરી અંગે અનેક શંકાના સવાલો સર્જી જા છે.

આ સમાચાર શેર કરો