મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર સોનું, ડ્રગ્સ અને સિગારેટ બાદ ડાયમંડની દાણચોરી, ત્રણ પેસેન્જરની ધરપકડ

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીની નવાઈ નથી. પરંતુ હવે ડાયમંડની હેરાફેરી કરનારા પણ પકડાતાં ડીઆરઆઈના અધ

અમદાવાદ એરપોર્ટ પર સોનું, ડ્રગ્સ અને સિગારેટ બાદ ડાયમંડની દાણચોરી, ત્રણ પેસેન્જરની ધરપકડ

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીની નવાઈ નથી. પરંતુ હવે ડાયમંડની હેરાફેરી કરનારા પણ પકડાતાં ડીઆરઆઈના અધિકારી પણ ચોંકી ગયા છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જરને 3 કરોડ રૂપિયાના ડાયમંડ સાથે ઝડપી લીધા છે.

DRI અધિકારીઓએ ત્રણ પેસેન્જરને ઝડપ્યા હેરાફેરીનું સુરત કનેક્શન હોવાની શંકા

આ તમામ પેસેન્જરોની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ અને સુરતના ઝવેરીઓના માટે કામ કરતા પેસેન્જરનાં ડીઆરઆઈના અધિકારીઓએ નિવેદન લીધાં તેમાં ઘણાં મોટામાથાં ઠંડોવાયેલાં હોવાનું બહાર આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી હોવાથી વધારે વિગતો નથી અપાઈ પણ અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ડાયમંડના હીરા DRIના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આ ઘટનાને પગલે અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ડાયમંડ કોણે મંગાવ્યા અને કેરીયરોને કેટલું કમિશન આપવામાં આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે

અમદાવાદ એરપોર્ટ પર ડાયમંડની દાણચોરી

DRIનાં સૂત્રોએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલા ડાયમંડની વેલ્યુ ત્રણ કરોડ થવા જાય છે, પરંતુ અત્યાર સુધીમાં કેટલા ડાયમંડ કેરીયરો લાવ્યા તેની તપાસ બાદ માહિતી બહાર આવશે. અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું હબવ બની જતાં અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટનો ડીઆરઆઈ અને કસ્ટમ સ્ટાફ એલર્ટ થઈ ગયો છે. તેના કારણે રોજ દાણચોરીનું ગોલ્ડ પકડાય છે, પરંતુ પહેલી વાર ડાયમંડ પકડાયા છે.

આ સમાચાર શેર કરો