અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ, રૂ.10માં મળશે ચા, પાણીની બોટલ, રૂ.20માં સમોસા
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું લોકાર્પ

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-1 પર શરૂ કરવામાં આવેલા આ ઉડાન યાત્રી કાફેમાં યાત્રીઓને 10 રૂપિયામાં ચા અને પાણીની બોટલ મળશે, તેમજ 20 રૂપિયામાં સમોસા અને અન્ય નાસ્તો મળશે. દિલ્હી, ચેન્નાઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઉડાન યાત્રી કાફેની શરૂઆત થઇ છે. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર અંદાજિત 30 હજાર મુસાફરોને આ ઉડાન યાત્રી કાફેનો લાભ મળશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ લખ્યું,
“વિમાનમથકની સુવિધાઓને વધુ સુલભ અને સસ્તી બનાવવા દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું છે. ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં આવેલ આ કેફે મુસાફરો માટે માત્ર ₹20થી શરૂ થતા ગુણવત્તાસંપન્ન નાસ્તાની સુવિધા પ્રદાન કરશે, જેથી તેઓ ઓછા ખર્ચે રિફ્રેશમેન્ટ માણી શકે. વિમાનમથક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપવાની અમારી પ્રતિબદ્ધતા અડિગ છે.”






