મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મંદી સામે ઝઝૂમી રહેલા સુરતના હીરા ઉદ્યોગને ડાયમંડ એક્સપોથી આશા, દેશ-વિદેશથી આવશે બાયર્સ

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધથી હીરા ઉદ્યોગ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આગા

મંદી સામે ઝઝૂમી રહેલા સુરતના હીરા ઉદ્યોગને ડાયમંડ એક્સપોથી આશા, દેશ-વિદેશથી આવશે બાયર્સ

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધથી હીરા ઉદ્યોગ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આગામી 12મી 14મી જુલાઈ સુધી સુરતના સરસાણા ખાતે બીટૂબી કેરેટસ ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં લુઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન, જવેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર ટેકનોલોજીના મળીને 118 બૂથ પ્રદર્શિત કરવામાં આવશે. આ એક્સપોમાં દેશ વિદેશના 500થી વધુ બાયર્સ આવશે. 

મંદીમાં તેજીના ચમકારાની આશા

એક્ઝિબીશન કન્વીનર વિનુભાઈ ડાભીએ કહ્યું કે, આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખુબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેકચરર્સ અને વેપારીઓમાં ખુબ જ ઉત્સાહ છે. તમામ બુથનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. ગત્ત કેરેટટ્સ એકસ્પોમાં B2B વ્યવહારોને ખુબ જ વેગ મળ્યો હતો. એકજીબીટર્સને ખુબ જ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસીએશન અને તેના દ્વારા થતાં આ કેરેટ્સ એક્સ્પો પર વિશ્વાસ વધ્યો છે.

રોડ શો પણ કરાયા

સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે કહ્યું કે, કમિટી દ્વારા ભારતના મોટા શહેરો જેવા કે બેંગલોર, ચેન્નઈ,હૈદ્રાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરલા, મુંબઈ, પુણે દિલ્હી, જયપુર, તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વિગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ વિગેરે જગ્યાએ રોડ શો કરી જવેલર્સ અને જવેલરી મેન્યુફેકચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી એકસ્પોની વિઝીટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવેલ છે. 

આ સમાચાર શેર કરો