મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેર ભાજપમાં ધર્મેન્દ્ર શાહની ચાલતી હતી મનમાની, મહિલા મોરચામાં નવા નેતાઓને સીધા હોદ્દા આપ્યા!

પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદે રહેલા અને હાલમાં જ જેને એ

અમદાવાદ શહેર ભાજપમાં ધર્મેન્દ્ર શાહની ચાલતી હતી મનમાની, મહિલા મોરચામાં નવા નેતાઓને સીધા હોદ્દા આપ્યા!

પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદે રહેલા અને હાલમાં જ જેને એ જવાબદારીમાંથી તગેડી મુકેલા ધર્મેન્દ્ર શાહને લઈને રોજ નવા નવા ફણગા ફુટી રહ્યા છે ત્યારે વધુ કેટલીક ચોકાવનારી બાબતો સામે આવી રહી છે.જે પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓ ચર્ચા કરી રહ્યા છે તે મુજબ જો વાત કરીએ તો ધર્મેન્દ્ર શાહ દ્વારા શહેર મહિલા મોરચામાં કેટલીક સીધી ભરતીઓ કરાવી હતી અથવા તો કહી શકાય કે ધર્મેન્દ્ર શાહ જે નવા આવેલા મહિલા કાર્યકર્તાઓને મહિલા મોરચામાં સીધો હોદ્દો પણ તેમના દ્વારા અપાવી દેવામાં આવ્યો હતો. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શીતલ ડાગાની નિમણૂક તેમના દ્વારા પાર્ટીની ઉપર વટ જઈને  કરી હતી અને એ જે નિમણૂક કરવામાં આવી હતી તે પાર્ટીના લેટરહેડ પર નહીં પરંતુ પોતાના લેટરહેડ પર સીધી નિમણૂક તેમના દ્વારા કરાઈ હતી. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે ધર્મેન્દ્ર શાહ દ્વારા કેટલીક મીટીંગો તેમની કાંકરિયા સ્થિત ઓફિસ ખાતે પણ કરવામાં આવતી હતી, કેટલાક મહિલા મોરચાના કાર્યક્રમો સંદર્ભે પણ મીટીંગ ખાનપુર ભાજપ કાર્યાલય કે પછી કોર્પોરેશન ખાતે નહીં પરંતુ તેમના કાંકરિયા ખાતેના કાર્યાલય ખાતે પણ મીટીંગો કરાતી હતી. એટલે કે ધર્મેન્દ્ર શાહ દ્વારા ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવવામાં આવતી હોવાની ચર્ચા ચાલી રહી છે. 

ધર્મેન્દ્ર શાહને લઈને એક દૂબઇ પ્રકરણ પણ ચર્ચાઇ રહ્યું છે થોડા સમય પહેલા AMCના તમામ કોર્પોરેટરોને દૂબઈ ફરવા માટે લઈ જવા તેવું આયોજન કરાયું હતું તેમાં પણ ધર્મેન્દ્ર શાહની મનમાનીના કારણે આખું આયોજન રદ કરવું પડ્યું હતું. દૂબઈ જવા માટે AMCના જ કેટલાક હોદ્દેદારો દ્વારા ટ્રાવેલ કંપની સાથે વાત કરી અને એક રેટ ફિક્સ કર્યો હતો અને અચાનક જ ધર્મેન્દ્ર શાહના ઈશારે  કોર્પોરેશનના એક મહિલા પદાધિકારી દ્વારા અન્ય ટ્રાવેલ એજન્સી મારફતે દૂબઈ જવાનું સૂચન કરાયું હતું પરંતુ તેમાં ભાવ વધારે હતો તેમ છતાં ધર્મેન્દ્ર શાહ દ્વારા તે જ ટ્રાવેલ એજન્સી મારફતે દૂબઈ જવા આગ્રહ કરાયો હતો જેથી તેનો વિરોધ થયો હતો. અંતે ધર્મેન્દ્ર શાહ અને એ મહિલા પદાધિકારીની મનમાનીના કારણે કોર્પોરેટરોનો દૂબઈ પ્રવાસ પણ રદ થયો હતો

આમ તો ધર્મેન્દ્ર શાહ પીઢ નેતા છે પરંતુ તેમના દ્વારા રાજકારણ અને કાર્યકર્તાઓ સાથે વર્તન છીછરા સ્તરનું કરવામાં આવતું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો