મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મોદીજી સુપરમેન નહીં, મોંઘવારી મેન છે'- પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી આડે હાથ

લોકસભાની ચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે આજે વલસાડ નજીકના ધરમપુરામાં પ્ર

'મોદીજી સુપરમેન નહીં, મોંઘવારી મેન છે'- પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી આડે હાથ

લોકસભાની ચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે આજે વલસાડ નજીકના ધરમપુરામાં પ્રિયંકા ગાંધી વાડેરા સભાને સંબોધવા પહોંચ્યા હતાં. જ્યાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને આડેહાથ લેતા કહ્યું કે, લોકોના નોકરી-ધંધાની સાથે સમાજના અધિકારી છીનવાઈ રહ્યાં છે. આદિવાસીઓ ડરી રહ્યાં છે. કોંગ્રેસે ન્યાયપત્ર રજૂ કર્યું છે. જેમાં સામાન્ય લોકોની વાત અને અધિકારો પરત કરવાની વાત કરવામાં આવી છે.

મોદી મોંઘવારીમેન છે

મોદી પર પ્રહાર કરતાં પ્રિયંકાએ કહ્યું કે, મોદી સરકાર ઉદ્યોગપતિના લેણા માફ કરે છે. જ્યારે સામાન્ય ખેડૂતોનો એક રૂપિયો માફ થતો નથી. મોદી માત્ર સ્ટેજ પર એકલા જ દેખાય છે. સુપરમેન હોવાની વાતો થાય છે. બહુ બધી શક્તિ હોવાનું તેમના લોકો કહે છે. પરંતુ કોઈ શક્તિ નથી. મોઘવારી વધારી રહ્યાં છે. છેલ્લા 10 વર્ષમાં માત્ર મોંઘવારી જ વધી રહી છે. લોકોને કોઈ ફાયદો થતો નથી.

માત્ર જૂઠાણાં ફેલાવાય છે

આ સરકાર કોઈ જ કામ કરતી નથી. મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી. મહિલાઓ સાથે અત્યાચાર વધી રહ્યાં છે. મહિલા ખેલાડીઓ સાથે અન્યાય થયો હતો. કોઈ જ સન્માન થયું નહી. મહિલાઓની અનામતને લઈને શું કશું જ નહી. માત્ર નામનું જ છે. 16 લાખ કરોડ આપી દેવાયા હતાં. આ હિંમત તેમને કોણે આપી.

આદિવાસીઓની જમીન છીનવાઈ

મોદી સરકારમાં આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. લોકો ડરી રહ્યાં છે. પરંતુ કોંગ્રેસ ન્યાયમાં માને છે. ન્યાય યાત્રા યોજી હતી. સાથે જ ન્યાયપત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ આગામી સમયમાં સરકાર બનાવીને લોકોને ન્યાય અપાવશે. અમે તેના માટે કામ કરી રહ્યાં છીએ. 30 લાખ પદ કેન્દ્ર સરકારમાં ખાલી છે તે ભરવામાં આવશે.

કોરોનાકાળને યાદ કરાયો

કોરોનાકાળને યાદ કરતાં પ્રિયંકા ગાંધીએ અનુપ મિશ્રાને યાદ કર્યો હતો. સરકારે લોકોને વતન જવા માટે કોઈ વ્યવસ્થા નહોતી કરી. અનુપ પીડામાં હતો. કોંગ્રેસને ધ્યાનમાં આવ્યું હતું. જેથી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનામાં સરકારની કામગીરી સાવ ફેલ ગઈ હતી.

પ્રદૂષણના મુદ્દે પ્રહાર

વાપી અને સરિગામમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખૂબ પ્રદૂષણ છે. પાણીની સમસ્યા છે. નેટવર્કની સમસ્યા છે. પાયાની પ્રાથમિક સુવિધા નથી. જેના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આવાસ સહિતના વચનો માત્ર ઠાલા રહ્યાં છે. માછીમારો માટે કોઈ વ્યવસ્થા નથી. અમે તેમને આઈકાર્ડ આપીશું. નાવડી માટે વીમાની યોજના લાવીશું.

ઈલેક્ટોરલ બોન્ડની સ્કીમ

આ લોકોએ ઈલેક્ટોરલ બોન્ડની સ્કીમ બહાર પાડી હતી. જેમાં આ લોકોએ કહ્યું કે, નામ ગુપ્ત રહેશે. ઉદ્યોગપતિઓએ રૂપિયા આપી દીધા હતા.પરંતુ સુપ્રીમ કોર્ટે નામ બહાર લાવવાનું કહ્યું તો એવા લોકોના નામ બહાર આવ્યા હતાં. જેમાં કોરોના વેક્સિન બનાવનાર સહિતના દરોડા પાડીને રૂપિયા લેવામાં આવ્યાં હતાં. આ બધુ સામે આવ્યું તો પણ પારદર્શિતાનું ગાણું ગાઈ રહ્યાં છે.

આ સમાચાર શેર કરો