મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરક્ષા, સર્વેલન્સ અને જનવિશ્વાસ વધારવા ડીજીપીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

ગુજરાતના પોલીસ વડ જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને ગાંધીનગર પોલીસ ભવન ખાતેથ

ગુજરાતના પોલીસ વડ જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય મેરેથોન વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા. 'મિશન બેટર પોલિસિંગ' અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વય દ્વારા રાજ્યના સુરક્ષા માળખાને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ડીજીપીશ્રીએ સુરક્ષા કવચને સુદ્રઢ કરવા માટે ખાનગી CCTV કેમેરાને પોલીસ સિસ્ટમ સાથે લિંક કરવા અને રિયલ-ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવાના કડક આદેશ આપ્યા હતા. બેઠકમાં પ્રોએક્ટિવ પોલિસિંગ, વ્યાજખોરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી, જીપી-સ્મેશ પ્રોજેક્ટ દ્વારા સોશિયલ મીડિયા ફરિયાદોનું ઝડપી નિવારણ, બોડી વોર્ન કેમેરાનો ફરજિયાત ઉપયોગ તેમજ પોલીસ ફોર્સની ફિટનેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. અંતે, તેમણે તમામ અધિકારીઓને આ લોકાભિમુખ નિર્ણયોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં અમલ કરવા તાકીદ કરી હતી.

આ સમાચાર શેર કરો