મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં વાહન સાઇડ કરવા બાબતે વિવાદ થતાં યુવકની કરપીણ હત્યા

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં વાહન સાઇડ કરવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં ૨૧ વર્ષીય વિજય પરમાર નામના યુવક પર છરી વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ ભાણવડ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી સમગ્ર ભાણવડ વિસ્તારમાં અરેરાટી સાથે ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો