VIDEO: દેવભૂમિ દ્વારકામાં ઈસુદાન ગઢવીનું નિવેદન: સરકાર અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે
દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોના સમર્થનમાં સત્યાગ્રહનો બીજો ભ

દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોના સમર્થનમાં સત્યાગ્રહનો બીજો ભાગ શરૂ થયો છે, જ્યાં આપ નેતા ઈસુદાન ગઢવીએ સરકાર સામે આક્રમક રૂખ અપનાવ્યો છે. વરસાદના અભાવે મગફળી સહિતના પાક નિષ્ફળ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને દુષ્કાળ જાહેર કરાવવા માટે ફોર્મ ભરવાની લાંબી કતારો લાગી છે. તેમણે સરકાર અને અધિકારીઓને ગામડાઓમાં જઈને ખેતરોની વાસ્તવિક સ્થિતિ ચકાસવા તેમજ ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય, ઘાસચારો અને પાણી પૂરું પાડવાની માંગ કરી છે. સાથે જ, હજુ સુધી મુખ્યમંત્રીને પત્ર ન લખનાર ધારાસભ્યોને પણ પત્ર લખવા અપીલ કરી છે.




