VIDEO: પ્રજાસત્તાક દિને દ્વારકાધીશનું મંદિર રંગાયું દેશભક્તિના રંગે
આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશભક્તિના રંગમાં રંગાઈ ચુક્યું છે. એવામાં દ
આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશભક્તિના રંગમાં રંગાઈ ચુક્યું છે. એવામાં દેવભુમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું છે. દેવભુમિ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર ધ્વજ પર તિરંગો લહેરાયો છે.
આ પણ વાંચો : 76મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ગુજરાતની દેખાશે ભવ્ય ઝાંખી, જાણો કેવી છે થીમ
ભગવાન દ્વારકાધીશના શિખરધ્વજ પર તિરંગાનો ધ્વજ લહેરાતા યાત્રાળુઓ પણ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. ભગવાન દ્વારકાધીશના ઉચ્ચ શિખર પર તિરંગો લહેરાતા ભક્તિમય માહોલ વચ્ચે દેશભક્તિના રંગે દ્વારકા રંગાયું હતું. જેથી દ્વારકામાં વિવિધ સ્થળોએ ધાર્મિકતાની સાથે દેશભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો.




