ઓખા નગરપાલિકામાં ભાજપની વાપસી, 36માંથી 33 બેઠકો પર ભગવો લહેરાયો, વોર્ડ નંબર 7માં કોંગ્રેસનો દબદબો

ઓખા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને ફરી સત્તામાં વાપસી કરી છે. કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 33 બેઠકો પર જીત મેળવીને પોતાની મજબૂત સ્થિતિ સાબિત કરી છે. બીજી તરફ, કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે. આ પરિણામ સાથે ઓખા નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
વોર્ડ નંબર 4માં ભાજપ પેનલ બિનહરીફ
ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 4 ભાજપ માટે ખાસ રહ્યો હતો. આ વોર્ડમાં ભાજપની સમગ્ર પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ હતી. આમ, ચૂંટણીના પરિણામો પહેલાં જ ભાજપે આ વોર્ડમાં પોતાની જીત નિશ્ચિત કરી લીધી હતી.
બીજી તરફ, વોર્ડ નંબર 7માં કોંગ્રેસે ખાતું ખોલાવતાં ત્રણેય બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ વિજય મેળવતાં આ વોર્ડની તમામ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. જોકે, અન્ય બેઠકો પર ભાજપના પ્રદર્શન સામે કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું હતું.
ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને 3 બેઠકો મળી છે. આ પરિણામો બાદ ઓખા નગરપાલિકામાં ભાજપ ફરી એકવાર સત્તાની ધુરા સંભાળશે. ભાજપની આ જીતને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.










