Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Big success to BJP before Okha municipal elections, entire panel of ward-4 uncontested

ઓખા નગરપાલિકા ચૂંટણી પહેલાં ભાજપને મોટી સફળતા, વોર્ડ-4ની આખી પેનલ બિનહરીફ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ઓખા નગરપાલિકા ચૂંટણી પહેલાં ભાજપને મોટી સફળતા, વોર્ડ-4ની આખી પેનલ બિનહરીફ
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા જ ભાજપને મહત્વની સફળતા મળી છે. વોર્ડ નંબર-4માં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ-4ના ઉમેદવારો તરીકે હીનાબેન નિમાવત, દક્ષાબેન થોભાણી, મિલન બારીયા અને ચેતનભા માણેકના નામ સામેલ હતા.

App Store

ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

વોર્ડ નંબર-4માં ભાજપના ચારેય ઉમેદવારો સામે અન્ય ઉમેદવારો મેદાનમાં ન રહેતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલાં જ આખી પેનલ બિનહરીફ બનતા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

11 ઓક્ટોબરે નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 

ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. જોકે, વોર્ડ-4નું પરિણામ મતદાન પહેલાં જ જાહેર થતાં હવે બાકીના વોર્ડમાં ચૂંટણી જંગ પર સૌની નજર રહેશે.

11 ઓક્ટોબરે ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. વોર્ડ-4માં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થતાં હવે અન્ય વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો મુકાબલો વધુ મહત્વનો બન્યો છે.