Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Allegation of escalation after scuffle between security personnel and darshan

સુરક્ષા કર્મીઓ અને દર્શનાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાધીશ મંદિરે એક્ઝિટ ગેટ મુદ્દે માથાકૂટ થયાની ઘટના સામે આવી છે. 6 સપ્ટેમ્બરની સાંજની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક્ઝિટ ગેટ પાસે સુરક્ષા કર્મીઓ અને દર્શનાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યાનો આક્ષેપ છે. દરમિયાન સુરક્ષા કર્મીને માર માર્યાના આક્ષેપ સાથે બે સુરક્ષા કર્મીઓને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. બંને ઈજાગ્રસ્ત સુરક્ષા કર્મીઓને રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી હોવાની માહિતી છે. ઘટનાનો વીડિયો સામે આવતા બેટ દ્વારકા મંદિરની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

App Store