Jammu and Kashmir/ યુસમાંર્ગમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં પાકિસ્તાની લશ્કર કમાન્ડર ઠાર

મ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મળી હોવાના અહેવાલ છે. દક્ષિણ કાશ્મીરના યુસમાંર્ગ (Yusmarg) વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા એક પાકિસ્તાની કમાન્ડર યાસિર માર્યો ગયો હોવાની માહિતી સામે આવી છે.
આ કાર્યવાહી સ્પેશિયલ ફોર્સિસ (Special Forces) અને 53 રાષ્ટ્રીય રાઇફલ્સ (53 Rashtriya Rifles) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. સર્ચ દરમિયાન સુરક્ષા દળોનો આતંકવાદીઓ સાથે ગોળીબાર થયો અને એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું. અથડામણ બાદ યાસિર ઠાર થયો હોવાની માહિતી મળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યાસિર અગાઉ લશ્કર-એ-તૈયબાના સુલેમાન મૂસા જૂથનો ભાગ હતો. જોકે, લગભગ એક વર્ષ પહેલાં તે આ જૂથથી અલગ થઈ ગયો હતો અને ત્યારથી અલગ રીતે કામ કરી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.
યુસમાંર્ગના ઊંચાઈવાળા વિસ્તારમાં યાસિરની હાજરીની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હવે સુરક્ષા એજન્સીઓ તેની નેટવર્ક (Network), અન્ય લશ્કર આતંકવાદીઓ સાથેના સંપર્કો અને તાજેતરની આતંકવાદી ગતિવિધિઓમાં તેની સંભવિત ભૂમિકાની તપાસ કરી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, સુલેમાન મૂસા, જેને હાશિમ મૂસા તરીકે પણ ઓળખવામાં આવે છે, 2025ના પહલગામ આતંકવાદી હુમલાના કથિત મુખ્ય સૂત્રધારોમાં સામેલ હતો. બાદમાં સુરક્ષા દળોએ શ્રીનગરના ડાચીગામ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં તેને ઠાર કર્યો હતો.

