Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jammu Kashmir/Lashkar-e-Taiba top commander Zakir Ganai killed in encounter,

VIDEO: Jammu Kashmir/ લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર ઝાકિર ગાનાઈ એન્કાઉન્ટરમાં ઠાર, સુરક્ષાદળોને મોટી સફળતા

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં (Encounter) લશ્કર-એ-તૈયબા (LeT) ના એક મુખ્ય કમાન્ડરને ઠાર મારવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઝાકિર ગાનાઈ તરીકે થઈ છે, જેનો મૃતદેહ સુરક્ષાદળો દ્વારા રિકવર (Recovered) કરવામાં આવ્યો છે. બુધવારે ૮ જુલાઈના રોજ આ મોટા એન્ટી-ટેરર ઓપરેશનનો (Anti-terror Operation) પાંચમો દિવસ હતો, જેમાં સેનાને આ મોટી સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝાકિરને A++ કેટેગરીનો આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો.

App Store

બગીચામાં છુપાયા હતા આતંકીઓ

સુરક્ષાદળોના જણાવ્યા અનુસાર, ૩ જુલાઈના રોજ સર્વેલન્સ કેમેરા (Surveillance Cameras) દ્વારા શોપિયાંના એક ઘટાદાર બગીચામાં બે આતંકવાદીઓની હિલચાલ જોવા મળી હતી. આતંકી ઝાકિર ગાનાઈ વર્ષ ૨૦૨૪થી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. સુરક્ષા રેકોર્ડ મુજબ, તે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનો રહેવાસી હતો. આ વિસ્તાર દક્ષિણ કાશ્મીરને સેન્ટ્રલ કાશ્મીર અને પીર પંજાલ શ્રેણી સાથે જોડતો એક મહત્વનો ટ્રાન્ઝિટ કોરિડોર (Transit Corridor) રહ્યો છે, જેથી આતંકીઓ અહીં આશરો લેતા હોય છે.

બીજા આતંકી માટે સર્ચ ઓપરેશન ચાલુ

ટોપ કમાન્ડર ઝાકિર માર્યો ગયા બાદ, હવે સુરક્ષાદળોનું સમગ્ર ધ્યાન બીજા આતંકવાદી લતીફ ભટ્ટને શોધવા પર કેન્દ્રિત થયું છે. લતીફ ગયા વર્ષે જ આ આતંકી સંગઠનમાં સામેલ થયો હતો. હાલ આસપાસના સાત ગામોને આવરી લેતા મોટા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન (Search Operation) ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીય સેના (Indian Army), જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ (CRPF) ની સંયુક્ત ટીમોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી મજબૂત કોર્ડન (Cordon) કરીને રાખ્યો છે.

ચુસ્ત ઘેરાબંધી અને કમાન્ડો એક્શન

અધિકારીઓના જણાવ્યા મુજબ, સુરક્ષાદળો જ્યારે આતંકીઓની નજીક પહોંચી રહ્યા હતા ત્યારે બંને તરફથી ભારે ફાયરિંગ (Gunfire) શરૂ થયું હતું. ઉનાળાની ઋતુમાં બગીચાઓના ઘટાદાર વૃક્ષો અને પાંદડાઓને કારણે આતંકીઓને છુપાવા માટે કુદરતી કવર (Natural Cover) મળી જાય છે, જેથી સર્વેલન્સમાં મુશ્કેલી પડે છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે સેનાના સ્પેશિયલાઈઝ્ડ કાઉન્ટર-ઇન્સર્જન્સી યુનિટ 'વિક્ટર ફોર્સ' (Victor Force) દ્વારા આતંકીઓના ભાગવાના તમામ સંભવિત રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે અને રાત્રિના સમયે પણ ઓપરેશન ચાલુ રાખવા માટે સમગ્ર વિસ્તારમાં હાઈ-બીમ લાઈટો ગોઠવવામાં આવી છે.