VIDEO: Jammu-Kashmir / નશામુક્ત અભિયાન અંતર્ગત યોજાઈ રેલી, યુવાનોએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના ચંદરકોટમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક ભવ્ય પદયાત્રા જાગૃતિ રેલી અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને નશીલા પદાર્થોના સેવનથી દૂર રાખવા અને સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.આ પદયાત્રામાં સ્થાનિક વહીવટીતંત્ર સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન સૂત્રોચ્ચાર દ્વારા નશામુક્ત જીવનના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. સાથે જ આયોજિત રક્તદાન શિબિરમાં સ્વયંસેવકોએ માનવતાના કાર્ય માટે રક્તદાન કર્યું હતું. આ પહેલ દ્વારા સીમાવર્તી વિસ્તારોમાં સામાજિક બદીઓ સામે લડવા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.

