Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Youth Congress protest over NEET exam paper leak

VIDEO/ NEET ની પરીક્ષાના પેપર લીક મામલે યુવા કોંગ્રેસનું પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશભરમાં ચર્ચિત નીટની પરીક્ષાના પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના સમર્થનમાં યુવા કોંગ્રેસ મેદાનમાં આવી છે. આ ગંભીર મુદ્દે ન્યાયની માંગ સાથે બેંગાલુરૂમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રદર્શન યોજ્યું હતું.

App Store

મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપના સાંસદ કે. સુધાકરના નિવાસસ્થાનની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ અને સુરક્ષાજવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પ્રદર્શનમાં યુવતીઓ પણ જોડાઈ હતી. જેમણે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પેપર લીકની ઘટનાની તટસ્થ તપાસ કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કાર્યકર્તાઓનું કહેવું છે કે પેપર લીક થવાને કારણે લાખો મહેનતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને તેમની વર્ષોની મહેનત પાણીમાં ગઈ છે. આ આંદોલન દ્વારા યુવા કોંગ્રેસે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.