VIDEO: રાંચીમાં NEET-UG 2026 પરીક્ષા રદના અહેવાલથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત
સોર્સ : gstv
ઝારખંડની રાજધાની રાંચીમાં NEET-UG 2026 પરીક્ષા રદ થવાના સમાચારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી . પેપર લીક અને અન્ય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો . રાંચીના હજારો વિદ્યાર્થીઓ જેઓ લાંબા સમયથી આ પરીક્ષા માટે મહેનત કરી રહ્યા હતા, તેઓ હવે અનિશ્ચિતતાના માહોલમાં છે. આ મામલે રાજકીય ગરમાવો પણ તેજ થયો છે અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ NTA ની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવ્યા હતા . વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે નવી પરીક્ષાની તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી પારદર્શિતા જળવાય તેવા કડક પગલાં લેવામાં આવે. પરિસ્થિતિને જોતા શહેરના મુખ્ય વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

