Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Clashes between students and police over NEET paper leak in Kerala

VIDEO: કેરલમમાં NEETનું પેપર ફૂટવા મુદ્દે વિદ્યાર્થીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ, કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવા ઉગ્ર માગ

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરલમના પાલક્કાડમાં NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓના વિરોધમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. NEET UG પરિણામોમાં ધાંધલી અને પેપર લીક જેવા આક્ષેપો સાથે વિદ્યાર્થી સંગઠને કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. SFI એ માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં અટકાવવામાં આવે. 

App Store