Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : NEET-UG paper leak case reaches Supreme Court

VIDEO: NEET-UG પેપરલીકનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો; NTAને હટાવી નવી હાઈ-ટેક સંસ્થા બનાવવાની અને CBI તપાસના રિપોર્ટની માંગ

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

NEET-UG પેપરલીકનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં NTAને હટાવીને તેના સ્થાને એક નવી, સ્વતંત્ર અને હાઈ-ટેક સંસ્થા નેશનલ એક્ઝામ ઇન્ટિગ્રિટી કમિશન બનાવવાની તથા સમગ્ર મામલાની સીબીઆઈ તપાસનો સ્ટેટસ રિપોર્ટ ચાર અઠવાડિયામાં માંગવાની રજૂઆત કરાઈ છે. અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં હાઈ-લેવલ કમિટીની દેખરેખ હેઠળ વર્ષ 2026ની પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી છે. પેપરલીક રોકવા માટે પરીક્ષાને ઓફલાઈનને બદલે કોમ્પ્યુટર આધારિત મોડલમાં લેવા અને પ્રશ્નપત્રોને ડિજિટલ લોક કરવા જેવા સૂચનો પણ અપાયા છે. હાલમાં રાજસ્થાન પેપરલીક બાદ NTAએ પરીક્ષા રદ કરી છે અને સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.

App Store