મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દેવાયત ખવડે ઈશુદાન ગઢવી સાથે કરી મુલાકાત; શું લોકસાહિત્યકાર રાજકારણમાં એન્ટ્રી કરશે?

ગુજરાતના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર રાજકીય એન્ટ્રીની અટકળોને કારણે ચર્ચા

ગુજરાતના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર રાજકીય એન્ટ્રીની અટકળોને કારણે ચર્ચામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'ખેડૂત બચાવો યાત્રા' દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ખાસ મુલાકાતે અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.

મૂળ મૂળી તાલુકાના દુધઈ ગામના વતની એવા દેવાયત ખવડ અને ઈશુદાન ગઢવી સુરેન્દ્રનગરના રસ્તા પર જ એકબીજાને ગળે મળતા અને ગહન ચર્ચા કરતા નજરે પડ્યા હતા. આ મુલાકાતના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકસાહિત્યકારના રાજકારણમાં પ્રવેશના એંધાણ વર્તાઈ રહ્યા છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, રાજુ કરપડા બાદ આમ આદમી પાર્ટી ચોટીલા વિધાનસભા બેઠક માટે કોઈ મજબૂત ચહેરાની શોધમાં છે. દેવાયત ખવડની લોકપ્રિયતા અને તેમનો મોટો ચાહક વર્ગ જોતા, 'આપ' તેમને આ બેઠક પરથી મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા છે. નોંધનીય છે કે આ પહેલા પણ અનેકવાર દેવાયત ખવડ રાજકીય એન્ટ્રી કરશે તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ અત્યાર સુધી તેમણે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 

આ સમાચાર શેર કરો