Surat news: ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા પકડાયા, ફાયર NOC આપવા બદલ પૈસાની કરી હતી માંગણી
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. સરકારી બાબુઓના લાંચ લેવાના કિસ્સા વધી રહ્યા છે. સુરત કોર્પ

ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. સરકારી બાબુઓના લાંચ લેવાના કિસ્સા વધી રહ્યા છે. સુરત કોર્પોરેશનના ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. હોટલના ફાયર એનઓસી મેળવવા માટે એક લાખ રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે એસીબીની ટીમે છટકું ગોઠવી મોગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળેથી ઈશ્વર પટેલને રંગે હાથ ઝડપ્યા હતા. આ ઘટનાને પગલે સુરત ફાયર વિભાગમાં ફફડાટ ફેલાયો છે.




