મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના કેસમાં વધારો

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ અને ભેજવાળુ વાતાવરણ જોવા મળે છે.નવરંગપુરા,થલતેજ ઉપરાં

અમદાવાદ: વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના કેસમાં વધારો

અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ અને ભેજવાળુ વાતાવરણ જોવા મળે છે.નવરંગપુરા,થલતેજ ઉપરાંત ગોતા સહિતના વિસ્તારમાં ડેન્ગ્યૂ તેમજ ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં ડેન્ગ્યૂના ૬૮૮ કેસ નોંધાયા હતા. સરખેજ, ચાંદખેડા તેમજ થલતેજ, અસારવા વોર્ડમાં વોર્ડ દીઠ ચિકનગુનિયાના છ-છ કેસ નોંધાયા છે.

 ગોતા, થલતેજ તથા નવરંગપુરા અને વસ્ત્રાલ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસનું પ્રમાણ વધુ 

શહેરમાં એક મહિનાના સમયમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ સતત વધી રહયા છે.૨૪ ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યૂના ૪૮૮ કેસ નોંધાયા હતા. ૩૧ ઓગસ્ટ સુધીના એક જ સપ્તાહમાં ડેન્ગ્યૂના ૨૦૦ કેસનો વધારો થતા ૩૧ ઓગસ્ટ સુધીમા ડેન્ગ્યૂના કુલ ૬૮૮ કેસ નોંધાયા હતા.સરખેજ ઉપરાંત ગોતા, થલતેજ તથા નવરંગપુરા અને વસ્ત્રાલ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. 

મ્યુનિના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટરે જણાવ્યું કે મ્યુનિ.ના આરોગ્ય વિભાગ તરફથી વિવિધ વોર્ડ વિસ્તારમાં ફોગીંગ સહિતની અન્ય કામગીરી મચ્છરના બ્રિડીંગને નિયંત્રણમાં લેવા કરવામાં આવી રહી છે.ઘણાં લોકો મકાનમાં પક્ષી ચાટ રાખે છે. આ પક્ષી ચાટમાં પણ મચ્છરના બ્રિડીંગ જોવા મળ્યા છે.

પાણી ભરાયેલું રહેતુ હોય તેનો નિકાલ કરવા તંત્રે અપીલ કરી

શહેરીજનોને પક્ષીચાટ કોરી કરવાની સાથે નકામા ભંગાર,ટાયર સહિતના જેમાં પાણી ભરાયેલું રહેતુ હોય તેનો નિકાલ કરવા તંત્રે અપીલ કરી છે.પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો થતા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.ઓગસ્ટ મહિનામાં પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૪૩૦ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.૧૬૫ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.

આ સમાચાર શેર કરો