મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ફરી અનામતનું ભૂત ધુણ્યુ, આ સમાજને 54% અનામત આપવા માંગ

ગુજરાતમાં ફરી એક વખત અનામતનું ભૂત ધુણ્યુ છે. OBC નેતા નવઘણજી ઠાકોરના અનામત મુદ્દે આપેલા નિવેદન બાદ રાજક

ગુજરાતમાં ફરી અનામતનું ભૂત ધુણ્યુ, આ સમાજને 54% અનામત આપવા માંગ

ગુજરાતમાં ફરી એક વખત અનામતનું ભૂત ધુણ્યુ છે. OBC નેતા નવઘણજી ઠાકોરના અનામત મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.નવઘણજીએ કહ્યું કે, તેલંગાણા સરકાર દ્વારા 23% OBC અનામતને વધારીને 42 ટકા કરવામાં આવ્યું છે તો ગુજરાતમાં પણ OBCની 54 ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ 54% OBC અનામત થવું જોઇએ. નવઘણજી ઠાકોરે કહ્યું કે, જો આવનારા સમયમાં અનામત આપવામાં નહીં આવે તો ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ગામમાં ઘુસવા દેવામાં નહીં આવે.

ગુજરાતમાં OBC સમાજને 54 ટકા અનામત આપવા માંગ

OBC સમાજના નેતા નવઘણજી ઠાકોરે કહ્યું કે, તેલંગાણામાં સરકારે OB અનામત 23 ટકા હતી તે વધારીને 42 ટકા કરી છે. તેલંગાણાની પેટર્ન મુજબ ગુજરાતમાં OBC સમાજની 54 ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ OBC સમાજને 54 ટકા અનામત મળવું જોઇએ. અનામત વધારવી કે ઘટાડવી તે સંપૂર્ણ પાવર રાજ્ય સરકારનો છે. ગુજરાતના OBC સમાજના ચૂંટાયેલા ધારાસભ્યોને અપીલ કરૂ છું કે વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે વિધાનસભામાં બિલ લાવી ગુજરાતમાં OBC સમાજને 54 ટકા અનામત આપવામાં આવે તેવી મારી માંગણી છે.

આ સાથે જ OBC નેતાએ કહ્યું કે, 'સમગ્ર ગુજરાતના OBC સમાજના તમામ આગેવાનો, તમામ રાજકીય લીડરો, સરકારી કર્મચારીઓ સૌને અપીલ કરૂ છું કે અન્ય રાજ્યોની અંદર OBC સમાજને ખુબ લાભ મળે છે પણ ગુજરાતમાં OBC સમાજને અન્યાય થાય છે. ત્રણેય પાર્ટીઓની પરીક્ષા લેવાનો હવે સમય આવ્યો છે. જો OBC સમાજનું હિત ચાહતા હોય, OBC સમાજના વિકાસની ભાવના હોય તો વિધાનસભામાં 54 ટકા OBC અનામતનું બિલ લાવી ગુજરાતમાં OBCને 54 ટકા અનામત મળે તેવી માંગ કરો. '

ગુજરાતમાં OBC સમાજને 27% અનામત

ગુજરાતમાં અત્યારે OBC (અન્ય પછાત વર્ગ) સમાજને હાલમાં 27% અનામત મળે છે. આ અનામત શિક્ષણ સંસ્થાઓ (જેમ કે મેડિકલ, એન્જિનિયરિંગ કોલેજો) અને સરકારી નોકરીઓમાં લાગુ છે. 

કુલ અનામતનું માળખું: ગુજરાતમાં અનામતની ટકાવારી આ પ્રમાણે છે:

અનુસૂચિત જાતિ (SC): 7%
અનુસૂચિત જનજાતિ (ST): 15%
અન્ય પછાત વર્ગ (OBC): 27%

તેલંગાણામાં OBC સમાજને 42 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ

તેલંગાણા વિધાનસભાએ 17 માર્ચ, 2025ના રોજ એક બિલ પસાર કર્યું હતું જેમાં OBC માટે અનામતને 23%થી વધારીને 42% કરવાનો પ્રસ્તાવ છે. આ નિર્ણય મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે લીધો છે જે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કરેલા વચનનો ભાગ છે.આ બિલ મુજબ, શિક્ષણ, રોજગાર અને સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીને 42% અનામત મળશે.

આ સમાચાર શેર કરો