મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવસારીમાં યુવતીના મોતથી ચકચાર

નવસારીના તીઘરા વાડી નજીક આવેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં યુવતીના મોતની ઘટના સામે આવી છે. કોમલ શાહ નામની યુવતીનું ચોથા માળેથી પડતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેની વિગતો હજી સામે આવી નથી. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં નવસારી શહેર પોલીસે આત્મહત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો