Video: તાપીના ઉકાઈ જળાશયમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતા મોત

સોર્સ: gstv

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નવી ઠુટી ગામ ખાતે આવેલા ઉકાઈ જળાશયના પાણીમાં નાહવા ગયેલા 40 વર્ષીય ઈસમનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, સોનગઢ ખાતે રહેતા રવિકાંત નેરપગારે પોતાના મિત્રો સાથે નવી ઠુટી વિસ્તારમાં ફરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ ઉકાઈ જળાશયના પાણીમાં નાહવા પડ્યા હતા, પરંતુ પાણી વધુ ઊંડું હોવાથી તેઓ અંદર ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા જળાશયમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે ઉચ્છલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત