હત્યા કે આત્મહત્યા? ગોધરા ACBના પોલીસકર્મીનો પાનમ ડેમ પાસેથી મળ્યો મૃતદેહ
ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળી આવ્યો છ

ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોરીયા ગામના વતની અને એસીબીમાં ફરજ બજાવતા કિશન ભુરીયા નામના પોલીસકર્મીનો પંચમહાલના પાનમ ડેમના પાવર હાઉસ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસ પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: Sorry My Family... લખી યુવકનો આપઘાત, 'હું અને મારા પપ્પા બેકસુર છીએ'
પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસકર્મીએ પાવર હાઉસ વિસ્તારમાં કૂદીને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસકર્મીના મોતને લઈને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






