મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RAJKOT : પોલીસ જાપ્તામાંથી કેદી થયો ફરાર, બીજા દિવસે લાલ પરી તળાવમાંથી મળ્યો મૃતદેહ

Rajkot News : રાજકોટમાં પોલીસ જાપ્તામાંથી પાકા કામનો કેડી ફરાર થયાની ઘટના ઘટી હતી. જો કે ગ

RAJKOT : પોલીસ જાપ્તામાંથી કેદી થયો ફરાર, બીજા દિવસે લાલ પરી તળાવમાંથી મળ્યો મૃતદેહ

Rajkot News : રાજકોટમાં પોલીસ જાપ્તામાંથી પાકા કામનો કેડી ફરાર થયાની ઘટના ઘટી હતી. જો કે ગઈકાલે ફરાર થયેલા કેદીનો મૃતદેહ લાખ પરી તળાવમાંથી આજે સવારે મળી આવ્યો છે. 

મળતી માહિતી મૂજબ રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા ચામડીયાવાસમાં રહેતા અબ્દુલ બાબુ કારેઠાને કોર્ટે ભરણ-પોષણના કેસમાં જેલ હવાલે કર્યો હતો. 

પાકા કામના કેદી અબ્દુલ બાબુ કારેઠાને યુરિનમાં પ્રોબ્લેમ હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પોલીસ જાપ્તા સાથે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ કેદી પોલીસની નજર ચૂકવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. 

પોલીસે આ ફરાર કેદીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે આ કેદીનો મૃતદેહ લાલપરી તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે કેદીના પરિવારજનોને બનાવની જાણ કરી આત્મહત્યાની આશંકાએ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો