Surendranagar: દસાડાના MLA પી.કે. પરમાર ફરી વિવાદમાં, ડૉ. આંબેડકરની છબી પર પોતાનું નામ લખાવતા દલિત સમાજમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા મતવિસ્તારના ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદાર પી.ક

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા મતવિસ્તારના ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદાર પી.કે. પરમાર ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. સૂત્રો અનુસાર, ધારાસભ્ય પર ડૉ. બી. આર. આંબેડકરની છબી પર પોતાનું નામ લખાવવાનો ગંભીર આક્ષેપ થયો છે, જેના કારણે સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
SC અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા આવું કૃત્ય કરાતાં દલિત સમાજમાં સવાલ ઉઠ્યો છે કે, "શું ભાજપના ધારાસભ્ય પોતાને આંબેડકરથી પણ મહાન સમજે છે?"
આ સમગ્ર ઘટનાni એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેના પગલે દસાડાના સ્થાનિકો અને અનુસૂચિત જાતિના લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. નિયુક્ત મંત્રીને દસાડાના ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો દ્વારા આંબેડકરની છબીના નામકરણ બાબતે જે રીતે રજૂઆત કરવામાં આવી, તેનાથી પણ આ વિવાદ વકર્યો છે. આ ઘટનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને ધારાસભ્યની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે.






