મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા મૌન રેલીમાં

કચ્છમાં યુવતીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ક

કચ્છમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા મૌન રેલીમાં

કચ્છમાં યુવતીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના ગોધરા ગામે ગૌરી ગરવા નામની યુવતીની તલવારના ઘા જીકી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. યુવતીના પરિવારજનોને ન્યાય માટે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભુજમાં વિશાળ રેલી યોજાઈ હતી. હાથમાં પોસ્ટર સાથે આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે મૌન રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.

આ કેસમાં એસઆઈટી રચના કરવામાં આવે અને મજબૂત પુરાવા એકત્રિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી  છે. તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે સાથે જ સિનિયર વકીલને સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યૂટર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અમરેલીનો રહસ્યમયી કિસ્સો: અઢી મહિના પહેલા ગુમ મહિલાના કૂવામાંથી મળી આવ્યા અવશેષો

ભુજ ખાતે આયોજિત રેલીમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતી બેન મહેશ્વરી પણ જોડાયા હતા. ગૌરી હત્યા કેસમાં આરોપી વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં તેવી માંગ કરવામાં આવી છે. ભુજ ખાતે આયોજિત મૌન રેલીમાં તમામ સમાજના લોકો જોડાયા હતા.

આ સમાચાર શેર કરો