VIDEO: કુદરત મહેરબાન: ડાંગમાં આભ ફાટ્યું, ખાપરી નદી બે કાંઠે થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી!
સોર્સ : gstv
ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અપાયેલા એલર્ટ વચ્ચે જિલ્લાના વડા મથક આહવા ખાતે માત્ર બે કલાકની અંદર જ આશરે સવા ત્રણ ઇંચ જેટલો ખાબકતા ચારેય તરફ પાણી-પાણી થઈ ગયું છે. આ ભારે વરસાદને પગલે ડાંગની લોકમાતા ખાપરી નદીમાં નવા નીરની ભવ્ય આવક થઈ છે અને નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. જંગલ વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે કુદરતી ઝરણાઓ પણ જીવંત અને સક્રિય થઈ ગયા છે, જેને કારણે પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો ફરી એકવાર પહેલી પસંદગી બની ગયો છે. નદી-નાળાઓમાં નવા નીર આવતા અને વાવણી લાયક વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

