Video: વઘઈ-આહવા માર્ગ પર મશીનરી ભરેલા ટ્રકમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ

ડાંગ જિલ્લાના વઘઈ-આહવા માર્ગ પર હનવતચોંડથી નડગખાદી તરફ જઈ રહેલા મશીનરી ભરેલા ટાટા ટ્રકમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સહિત અંદર ભરેલી મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આગ લાગતાની સાથે જ ટ્રક ચાલક અને ક્લીનર સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં બંનેનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
જાહેરાત














