ડાકોરમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલો ફ્લાય ઓવર 3 મહિનામાં ખખડધજ, 70 કરોડ પાણીમાં ગયા
ડાકોર બાયપાસ રોડ પર ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના રસ્તા પર રૂપિયા 70 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ફ્લાય

ડાકોર બાયપાસ રોડ પર ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના રસ્તા પર રૂપિયા 70 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ફ્લાયઓવર બ્રિજમાં ત્રણ મહિનામાં જ લોંખડનો પાટો ઉંચો થઈ ગયો હતો.
ત્રણ મહિનામાં જ ફ્લાયોઓવરમાં સમારકામની જરૂરિયા ઉભી
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગલ્ય બિલ્ડકોન એજન્સીને ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે માત્ર ત્રણ મહિનામાં જ ફ્લાયોઓવરમાં સમારકામની જરૂરિયા ઉભી થતાં બ્રિજ નિર્માણની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
70 કરોડનો થયો છે ખર્ચ
લોકસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા 8 માર્ચ 2024ના રોજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વર્ષ 2020માં માંગલ્ય બિલ્ડકોન નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી, જેનું તત્કાલીવ નાયબ મુખ્યમંત્રીલ નીતિન પટેલે ખાતમુહર્ત કર્યું હતું. એજન્સીએ 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું, જેના બદલે 32 મહિના બાદ ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયું હતું.
ફ્લાયઓવર પર ગાબડા કે ખાડા પડ્યા નથી
ફ્લાયઓવર પર ગાબડા કે ખાડા પડ્યા નથી. લોખંડની એક્સાન્શન જોઈન્ટના એંગલમા વેલ્ડિંગનું કામ કરવામાં આવ્યું છે, આ કહેવું છે પ્રતિક સોનીનું જે માર્ગ મકાન વિભાગ ડાકોરના ડેપ્યુટી ઈજનેર છે.
માંગલ્ય બિલ્ડકોન એન્જસીના કોન્ટ્રોક્ટરે દાવો કર્યો છે કે ઓવરલોડ વાહનોના કારણે બે સાંધાનો પાટો ઉંચો થઈ ગયો હતો. જે પાટો કાઢીને નવો લગાવવામાં આવ્યો છે, જેને કારણે સમારકામ કરવામાં આવ્યું છે.
માર્ચ મહિનામાં વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકાયેલા ફ્લાયઓવર બ્રિજ પર જુલાઈ માસમાં લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો. જેનું સમારકામ માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ માંગલ્ય બિલ્ડકોન એજન્સીએ કરાવ્યું છે. નોંધનીય છે કે 18 મહિના બદલે 48 મહિના થઈ ગયા હોવા છતાં ફ્લાયઓવરનું કામ પૂર્ણ થયું નથી. બે વર્ષ પહેલા સર્વિસ રોડ માટે 42 લાખ લઈ લીધા હોવા છતાં અત્યારસુધી સર્વિસ રોડનું કામ પૂર્મ થયું નથી. પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓની મીલીભગતથી બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા લોકોમાં સેવાઈ રહી છે.








