દાહોદ : દેવગઢ બારીયા તાલુકા પંચાયતની પીપલોદ બેઠક પેટાચૂંટણીમાં ભાજપ બિનહરીફ જીત્યું
Devgadh Baria Taluka Panchayat by-election 2025 : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂં

Devgadh Baria Taluka Panchayat by-election 2025 : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. આ અંતર્ગત દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા તાલુકા પંચાયતની 19-પીપલોદ-1 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થાત ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે.
કોંગ્રેસ ઉમેદવારને મેન્ડેટ ન મળતા ફોર્મ રદ્દ
દેવગઢ બારીયા તાલુકા પંચાયતની 19-પીપલોદ-1 બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરી દીધા બાદ પણ મેન્ડેટ રજૂ ન કરી શકતા ભાજપના ઉમેદવાર વિજયભાઈ શાંતિલાલ વણકરની બિનહરીફ જીત થઈ છે. આ પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ અને અન્ય એક ડમી ફોર્મ એમ કુલ 3 ફોર્મ ભરાયા હતા. જો કે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા ભાજપ ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે વિજેતા વિજયભાઈ શાંતિલાલ વણકરને શુભેચ્છાઓ આપી હતી.






