Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : 3 more arrested in connection with bride taking groom out in a semi-nude state

દાહોદમાં પરિણીતાનો અર્ધનગ્ન હાલતમાં વરઘોડો કાઢવાને મામલે વધુ 3ની ધરપકડ, તમામને રજુ કરાયા કોર્ટમાં

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2025
લાઇવ ટીવીGoogle News
દાહોદમાં પરિણીતાનો અર્ધનગ્ન હાલતમાં વરઘોડો કાઢવાને મામલે વધુ 3ની ધરપકડ, તમામને રજુ કરાયા કોર્ટમાં

દાહોદમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી હતી જેમાં સંજેલીના ઢાળસીમળ ગામની મહીલાને અર્ધ નગ્ન કરી વરઘોડો કાઢવાને મામલે દાહોદ જીલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ કુલ 15 આરોપીઓને ઝડપી પાડયા છે. દાહોદ પોલીસે પીડિતાના સસરા, કાકા સસરા, દિયર, મામા સસરા, સાસુ, કાકી સાસુ, મામી સાસુ સહીત 15 લોકોને ઝડપી પાડ્યા છે.

App Store

આ પહેલા 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે આજે પોલીસે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં બે પુરુષ અને એક મહિલા આરોપીમાં સીતાબેન, ગોવિંદભાઈ ભરતભાઈ ડામોર અને હિંમતભાઈ ગેદાલભાઈ ડામોરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ઝડપી કોર્ટમાં મોકલી આપ્યા છે. ઘટનાના 15 આરોપીઓને પોલીસે ઝડપી તેઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ SP ડો.રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, મહીલાઓ ઉપર બનતા અત્યાચાર માટે પોલીસ તેમનુ પીયરીયુ છે. ગમે તે સમયે મહિલાઓને અત્યાચાર થતો હોય તો તેમના ભાઈ ગુજરાત પોલીસ છે, દાહોદ પોલીસ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના, મહિલાને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવવામાં આવતા વિરોધ

શું હતો સમગ્ર મામલો?

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસીગભાઇ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર હાજર હતી ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રુપાખેડા ગામના શખ્સો ગોવિંદભાઇના ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો.

પરિણીતાને અર્ધ નગ્ન કરી બાઇક પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઘસડીને પરિણીતાના સસરાના નવા મકાને લઇ જઇ ત્યાંથી પરત તેવી જ હાલતમાં મકાનમાં લાવ્યા હતાં. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળા પૈકી બે શખ્સોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

વીડિયો વાયરલ થતાં જ દાહોદ પોલીસ સફાળી જાગી હતી અને સ્થળ પર દોડી જઇ વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી. પોલીસ સમક્ષ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે ૧૫ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દોડાદોડી કરી તમામની ધરપકડ કરી હતી.