દાહોદ : મોટીહાંડીમાં તળાવમા ડૂબી જતા બે બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ છવાયો
શાળાઓમાં ઉનાળું વેકશન પડતા મોટાભાગના બાળકો વેકેશનની મજા માણવા મામાના ઘરે જતા હોય છે. ત્યારે ઝાલોદના મોટ

શાળાઓમાં ઉનાળું વેકશન પડતા મોટાભાગના બાળકો વેકેશનની મજા માણવા મામાના ઘરે જતા હોય છે. ત્યારે ઝાલોદના મોટીહાંડીમાં વેકેશન માણવા આવેલા બે બાળકો તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ અને તરવૈયાઓ પહોંચી ગયા હતા. બાળકોના મોતના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના મોટીહાંડીમાં બે બાળકો વેકેશન માણવા મામાના ઘરે આવેલા હતા. ત્યારે આજે બંને જણા ગામમાં આવેલા એક તળાવમાં ન્હાવા ગયાં હતાં. જ્યાં ન્હાવા પડતા તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






