Dahod news: અમદાવાદ-ઇન્દોર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, કિશોરનું મોત અને બે ઘાયલ
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. જેમાં દાહોદમાંથી ખાસ અહેવાલ સામે આ

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. જેમાં દાહોદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે દાહોદના અમદાવાદ-ઇન્દોર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી.. કતવારા હાઇવે પર રાત્રી દરમિયાન થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.
બે યુવાનો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી
બાઈક પર જઈ રહેલા ત્રણ યુવાનોને ખાનગી બસે ટક્કર મારી ચાલક ફરાર થયો હતો.દુર્ઘટનામાં 17 વર્ષીય વિક્રમ પલાસનું મોત થતા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. બે યુવાનો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..




