મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod news: કાળીમહુડી ગામે બસ ચાલકે બાઈક સવારને મારી ટક્કર, દુર્ઘટનામાં બેના મોત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. જેમાં લીમડી નજીક કાળીમહુડી ગામે અકસ્માત સર્જા

Dahod news:  કાળીમહુડી ગામે  બસ ચાલકે બાઈક સવારને મારી ટક્કર, દુર્ઘટનામાં બેના મોત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. જેમાં લીમડી નજીક કાળીમહુડી ગામે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં 9 વર્ષના બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું તો બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બન્ને પિતરાઈ ભાઈઓ બાઈક પર પતંગ લેવા નીકળ્યા હતા

બન્ને પિતરાઈ ભાઈઓ બાઈક પર પતંગ લેવા નીકળ્યા હતા, અને રસ્તામાં જ અકસ્માત નડ્યો હતો. યુવાનનું અને બાળકનું  અકાળે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ  સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો, જેમાં પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો