મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઈ પોલીસનું 'ઓપરેશન પરાક્રમ': ગંભીર ગુના આચરનાર 4 આરોપીઓ પાસા હેઠળ જેલભેગા

ડભોઈ પોલીસ દ્વારા ગુનેગારો પર સકંજો કસવા માટે 'ઓપરેશન પરાક્રમ' હેઠળ એક મોટી કાર્યવાહ

તસવીર: gstv

ડભોઈ પોલીસ દ્વારા ગુનેગારો પર સકંજો કસવા માટે 'ઓપરેશન પરાક્રમ' હેઠળ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શરીર સંબંધિત ગંભીર ગુનાઓ અને સરકારી ફરજમાં રૂકાવટના કેસોમાં સંડોવાયેલા ચાર આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી મળતા જ, ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શનમાં પીઆઈ એ.ટી. પટેલ અને તેમની ટીમે રાજપીપળા, વડોદરા અને ડભોઈમાંથી આરોપીઓ વારિસઅલી સૈયદ, સિકંદર ગરાસિયા, પરવેજ ઉર્ફે રાજા ગરાસિયા અને આસિફઅલી સૈયદને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓને હાલ ભુજની પાલારા ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી દ્વારા પોલીસે ગુનાખોરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો તોડનાર સામે હવે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો