ડભોઈ: પૂરપાટ કારની અડફેટે સાયકલ પર જતા સગીરનું મોત
સંસ્કાર નગરી એવા વડોદરાના ડભોઈ તાલુકામાં છોટાઉદેપુર તરફ જતા ઓવરબ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્

સંસ્કાર નગરી એવા વડોદરાના ડભોઈ તાલુકામાં છોટાઉદેપુર તરફ જતા ઓવરબ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં આ ઘટનામાં એક 15 વર્ષીય સગીરને પૂરપાટ જતી કારે અડફેટે લેતા તેનું મોત નિપજયું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
ડભોઈની વેગા ચોકડીથી છોટાઉદેપુર જતા ઓવરબ્રિજ નજીક એક કારચાલકે સાયકલ સવાર 15 વર્ષના સગીરને અડફેટે લીધો હતો જેથી સગીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને લીધે બાળકનો જીવ જોખમમાં હોવાનું જાણી બાળકને ઓટો રિક્ષામાં લઈને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં સગીરને સારવાર મળે તે પહેલા ડૉકટરે બાળકને મૃત હોવાનું જાહેર કર્યો હતો.
આ અકસ્માતમાં મોતને ભેટનાર સગીર સંતપુરી વિસ્તારનો હોવાું સામે આવ્યો છે. અકસ્માતમાં બાળકના મોતને પગલે પોલીસે કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.






