મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news: આકાશમાં સૂર્યની ફરતે દુર્લભ નજારો સર્જાતા કૂતુહુલ, જાણો લોકોની માન્યતા

Amreli news: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો

Amreli news: આકાશમાં સૂર્યની ફરતે દુર્લભ નજારો સર્જાતા કૂતુહુલ, જાણો લોકોની માન્યતા

Amreli news: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળ્યો હતો. આકાશમાં સૂર્યની ફરતે ગોળાકાર મેઘધનુષ રચાયો હોય તેમ અવકાશી નજારો જોવાતા ગ્રામજનો સહિત ખગોળપ્રેમીઓમાં કૂતુહુલ જોવા મળ્યું હતું. 

 એક કલાક સુધી આ નજારો જોવા મળ્યો

પ્રાપ્ત માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના લોર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભરબપોરે એક ખગોળીય ઘટના બની હતી. આકાશમાં સૂર્યની ફરતે ગોળાકાર મેઘધનુષ રચાયો હોય તેમ અવકાશી નજારો જોવાતા ગ્રામજનો સહિત ખગોળપ્રેમીઓ આ ઘટનાને નિહાળવા માટે ઉમટી પડયા હતા. સૌ કોઈએ આ દુર્લભ ઘટનાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. લગભગ એક કલાક સુધી આ નજારો જોવા મળ્યો હતો. લોકોની માન્યતા મુજબ આવા દ્રશ્યો સર્જાય ત્યારે વરસાદનું જોર વધવાની શક્યતાઓ રહે છે. 

આ સમાચાર શેર કરો